રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
અહીં ગોંડલની સરસ્વતી શીશુમંદીર સ્કુલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના આયોજનમાં અને ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા તથા જિલ્લા સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયા ના માર્ગદર્શન હેઠળ ભારત માતાની તથા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાની સ્થાપના વિધીવિધાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથેસાથે પુસ્તકાલય માટે કબાટ તથા 51 પુસ્તકો શીશુમંદીર સ્કુલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, માર્કેટ યાર્ડ પ્રમુખ ગોપાલભાઈ શીંગાળા,યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપના ભાવિકભાઈ દોંગા તથા સાગરભાઈ કયાડા,વીશ્ચ હિન્દુ પરિષદના ધર્મેન્દ્રભાઈ રાજાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના નીર્મળસીંહ ઝાલા,ભુપતભાઈ ચાવડા, હરેશભાઈ સોજીત્રા,અનીલભાઈ ગજેરા,પ્રીન્સીપાલ યોગેન્દ્રસીંહ ઝાલા,જીગ્નેશભાઈ માયાણી, દિગ્વિજયસિંહ જાડેજા વગેરેએ હાજરી આપી હતી.
સંપૂર્ણ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ગોંડલ સંયોજકો કલ્પેશભાઈ ખાખરિયા, પરેશભાઈ શેરા,ચંન્દ્રેશભાઈ જોષી, હિતેશભાઈ હીરાણી તથા સહસંયોજક અલ્પેશભાઈ વઘાસીયા, હેમેન્દ્રભાઈ નીમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.