જૂનાગઢ: કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ કોરોનાની કામગીરીથી અળગા રહેશે.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

દોઢ-બે માસથી કોરોના મહામારીમાં યોધ્ધા બની કામગીરી કરતાં હોય મુક્તિ આપવા માંગ

કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ની વહીવટી કામગીરી કેશોદ નગરપાલિકા નાં કર્મચારીઓ દ્વારા કરવાની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા આદેશ કરી સોંપવામાં આવી હતી. છેલ્લાં દોઢેક મહિના થી શની+રવી અને જાહેર રજાનાં દિવસોમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ગત સપ્તાહથી કેશોદ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં સંક્રમણ થી થયો હોવાનાં ડર સાથે સ્થિતિ ગંભીર બને એ પહેલાં કેશોદ નગરપાલિકા નાં કર્મચારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી તારીખ ૧૭/૯/૨૦૨૦ થી કોરોના મહામારી ની કામગીરી થી અળગા રહેવાની જાણ કરી છે. કેશોદ શહેરમાં અત્યારની પરિસ્થિતિ મુજબ અંદાજે ચારસો પચ્ચીસ જેટલાં વ્યક્તિઓ કોરોના મહામારી માં સપડાયાં છે અને છેલ્લાં પખવાડિયામાં સંક્રમણ વધતાં કેસ વધી રહ્યાં છે ત્યારે એકધારા દોઢેક માસ થી કોરોના મહામારી માં યોધ્ધા બની કામગીરી કરી રહેલાં નગરપાલિકા નાં કર્મચારીઓ દ્વારા ગત તારીખ ૯/૯/૨૦૨૦ નાં રોજ લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક નિર્ણય લેવામાં ન આવતાં આજે નાછુટકે કામગીરી થી અળગા રહેવાની જાણ કરી છે. હવે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારી માં કોણ કામગીરી સંભાળશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *