ગીર સોમનાથ: તા:-૧/૮/૧૮ ના ઠરાવ રદ બાબતે હાઈકોર્ટે નિર્દેશ આપતા આંદોલનકારી પ્રવિણ રામ અને અન્ય સાથીમિત્રોને મળી સફળતા..

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

આવા ગેરબંધારણીય ઠરાવ બનાવનાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ :- પ્રવિણ રામ

સરકારી ભરતીમાં 1/8/18 ના ઠરાવને લાગુ કરાતા અનેક વિવાદો સર્જાયા હતા,ઓબીસી,એસસી અને એસટી ની મહિલાઓને મોટાપાયે અન્યાય થતો હોય એવો અનામત વર્ગ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આંદોલનકારી પ્રવિણ રામ તેમજ અન્ય આંદોલનકારીઓ અને એલ,આર,ડી ની મહિલાઓ દ્વારા ગાંધીનગર ખાતે ૭૦ દિવસ સુધી આંદોલન ચલાવવામાં આવ્યું હતું અને સામે બિનઅનામત વર્ગ દ્વારા પણ આ ઠરાવ રદ ના થવો જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી ત્યારે આજ રોજ હાઈકોર્ટ દ્વારા આ 1/8/18 ના ઠરાવની વિવાદાસ્પદ ૧૧ અને ૧૨ નંબર ની કોલમ ને રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે આંદોલનકારી પ્રવિણ રામે હાઈકોર્ટ ના નિર્ણયને આવકારતા અનામત વર્ગના લોકોને ન્યાય મળ્યો એવી વાત ઉચ્ચારી હતી તેમજ વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઠરાવ રદ થતાં હવે અટકી પડેલી ભરતીઓ ચોક્કસથી ચાલુ થશે.

લડતમાં મળેલી આ સફળતા બાબતે વાત કરતા પ્રવિણ રામે જણાવ્યું કે અમને લડતમાં મળેલી આ સફળતા અમારા સાથી મિત્રો હસમુખભાઈ સક્સેના, અભીજીતસિંહ બારડ, સાગરભાઇ ચૌધરી, નવઘણ ઠાકોર, રામજી ઠાકોર,ભરતભાઈ ચૌધરી,દેવેન્દ્રસિંહ ઠાકોર,હાર્દિક ચૌધરી તેમજ એલ આર ડી ની મહિલાઓ અને અન્ય અનામત વર્ગના આગેવાનોના કારણે મળી છે તેમજ વધુમાં પ્રવિણ રામ દ્વારા સરકાર સમક્ષ માંગણી રાખવામાં આવી હતી કે જે અધિકારીઓએ આવો ભૂલભરેલો ઠરાવ બનાવ્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને આ ભૂલ બદલ સસ્પેન્ડ કરવામાં આવે કારણકે એમની આ ભૂલના કારણે ગુજરાતમાં જાતિવાદ ઊભો થયો છે, એમની આ ભૂલના કારણે ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનોને નુકશાન થયું છે , જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કે આંદોલનકારી ના કારણે ક્યાંય કાયદાનો ભંગ થાય કે સમાજો સામ સામે આવે તો અનેક કલમો લગાડી દેવામાં આવે છે અને ક્યારેક તો રાજદ્રોહ જેવી ગભિર કલમો લગાડી દેવામાં આવે છે તો આ અધિકારીના કારણે પણ સમાજો સમાજો સામ સામે આવ્યા છે ,ગુજરાતમાં અરાજકતા પેદા થઈ છે અને એટલા માટે આ અધિકારી ઉપર પણ નિયમમુજબ જે કલમો લાગતી હોય એ લગાડી અને કાયદેસરની કાર્યવાહી સરકારે કરવી જોઈએ એવી પ્રવિણ રામે સ્પષ્ટ માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *