રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
લુદ્રા ગામના દરેક સમાજ ના યુવાનો અને વડીલો ઘરે ઘરે ફરી કરી રહ્યા છે ફાળો એકત્રિત
દિયોદરના લુદ્રા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં ઐતિહાસિક શંકર ભગવાનનું એક સ્થાન આવેલ છે જ્યાં ગામ લોકો દ્વારા હાલ માં શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે દર વર્ષે ગામ લોકોના સાથ અને સહકારના પ્રયાસ થી ત્યાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે પરંતુ આ ઐતિહાસિક જગ્યા પર મંદિર ના હોવાથી ગામ લોકો ના સાથ અને સહકાર થી હવે આ જગ્યા પર ભવ્ય મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે આ મંદિર ના ભવ્ય નિર્માણ માટે ગામ ના યુવાનો દ્વારા લુદ્રા ગામ ની સીમ માં વરસતા વરસાદ માં પણ લોકો ના ઘરે ઘરે જઈ ને ફાળો એકત્રિત કરી રહ્યા છે ગામ ના દરેક સમાજ ના લોકો આ મંદિર ના ભવ્ય નિર્માણ માટે સારો એવો સહયોગ અને ફાળો પણ આપી રહ્યા છે જે એક આનંદ ની વાત છે ગામ લોકો ના સહયોગ અને પ્રયાસ થી આ ઐતિહાસિક જગ્યા પર ભવ્ય મંદિરનું નિર્માણ પામશે અને ગામના દરેક લોકોને ભગવાન શિવના મંદિરમાં દર્શન નો લાભ મળશે.