ગીર સોમનાથ: દીવ ના વણાંકબારા અને સાઉદવાડી ગામો ચાર દિવસ લોકડાઉન કરશે.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાના પ્રયાસ સ્વરૂપે વણાંકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત અને વણાંકબારા સંયુકત કોળી સમાજ દ્વારા વણાંકબારા અને સાઉદવાડી ગામોના લોકો ચાર દિવસ ૨૮ જુલાઈ થી ૩૧ જુલાઈ સંપૂર્ણ લોકડાઉન પાળશે. કલીનીક, મેડીકલ અને દૂધની દુકાનો જ ખુલશે. આ સ્વૈચ્છીક લોકડાઉનની જાણ દીવ કલેકટર સલોની રાયને પણ કરવામાં આવેલ છે. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વધુ એક લાપરવાહી સામે આવી : વેન્ટિલેટર ચાલુ ન કરતા દર્દીનું મોત થયાનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના પોઝિટિવ દર્દી ગંભીર હાલત માં દાખલ તો થયા પરંતુ વેન્ટિલેટર ચાલુ કરનાર કર્મચારી રજા પર હોય દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનો માં રોષ,તપાસ જરૂરી કોવિડ માં દાખલ દર્દીઓ ને જોવા કોઈ ડોક્ટર જતા નથી ફક્ત નર્સો ના ભરોસે જ ગાડું ગબડાવાતું હોવાની પણ બુમ,મોત ના આંકડા કેમ આપતા નથી..?? નર્મદા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્નેક કેચર સ્ટીકો અર્પણ કરવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં કોબ્રા, ઝેરી પૈડકું, કાળોતરો, ફુરસો વગેરે અનેક પ્રકારની ખૂબ ઝેરી અને ખતરનાક પ્રજાતિની સાપોની જાતો જોવા મળે છે.આવા સર્પને અનુભવી વગર કે સેફ્ટી વગર પકડવાએ બહુ જોખમી કાર્ય છે.સતત છેલ્લાં ૨૦ થી ૨૫ વર્ષોથી ઝેરી જંતુ અને નાગ ડબ્બામાં પુરીને જંગલમાં કે નિર્જન જગ્યાએ છોડી આવતા મુકુંદભાઈ મહેતા, રાજુભાઇ ધામેચા […]

Continue Reading

અમરેલી: અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદના યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયાની નિમણૂક.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાફરાબાદ નાં સામાજિક યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયા ની નિમણુંક કરવામાં આવી છે. આ સંગઠન ભારતના ૧૮ કરતાં વધુ રાજ્યમાં ફેલાયેલું છે. દેશભરના કોલી/કોળી સમાજ સામાજિક, રાજકીય દ્રષ્ટિએ આગળ આવે અને સંગઠિત રહે […]

Continue Reading

પાટણ: કોરોનાકાળમાં રાજ્યમાં સૌ પ્રથમવાર ઓનલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી ઓનલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. એચ.એન.જી.યુ દ્વારા પ્રથમ તબક્કાની ૨૭ પરીક્ષાઓ શરુ થઇ છે.ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ ખાસ સોફટવેરના માધ્યમથી ઓનલાઇન પરીક્ષા શરુ કરાઇ છે .પ્રતિ મિનિટે વિઘાર્થીનો ફોટો, વિધાર્થી પરીક્ષા દરમિયાન સ્થળ બદલી કરે તો તાત્કાલિક લોગઆઉટ સહિતનુ ઘ્યાન પણ પરીક્ષા વિભાગ […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા […]

Continue Reading

નર્મદા: પોલીસ જવાનોને લાભ અપાવવા માટે નર્મદા જોન સમિતિ સરપંચ પરિષદ મેદાને ચડ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જોન સમિતિ તથા નર્મદા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા પ્રમુખ નિરંજનભાઇ વસાવાની આગેવાનીમાં ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ મળે તે બાબતે મુખ્યમંત્રી કાર્યાલય લેખિતમાં રજૂઆત કરવામાં આવી તથા ગુજરાત પોલીસને લાભ મળે તે માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ગુજરાત રાજ્ય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જે […]

Continue Reading

હળવદ : લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ,લોકમેળો નહિ યોજવા લેવાયો નિર્ણય

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ ,માળીયા, તાલુકાના અધીકારીઓ તથા દરેક સમાજના અગ્રણીઓ,સામાજીક સંસ્થાઓ ના આગેવાનો સાથે મોરબી જિલ્લા એસ, ડી, એમ ગંગાસિધં ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ જેમાં જણાવાયું છે કે લોકોનો મેળાવડો થાય તેવા કોય પણ ધામિકૅ કાર્યક્રમો કરવા નહી, લોકમેળા,યોજાસે નહી, હાલ રાજય. મા કોરોનો સકમણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનો મહામારી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આવેલ કોરોના ગ્રસ્ત વિસ્તારોને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા અને બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર અને દેડીયાપાડા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની […]

Continue Reading

અમરેલી: રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં વાવેરા ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની લઇ જતો ખેપિયો ઝડપાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં દારૂની હેરાફેરી થતી અટકાવવા ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ ના આધારે અમરેલી એસ.ઓ.જી પોલીસ ને બાતમી મળી હતી કે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાંડલા થી વાવેરા તરફ જતા રોડ ઉપર છગનભાઇ હડીયાની વાડી પર પહોંચતા તે દરમિયાન વાવેરા તરફથી એક ઈસમ બાતમી વાળા બાઈક ચાલાક બાઈક લઇ નિકળતા તેને રોકી […]

Continue Reading