અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર ત્રણ દિવસ મોડો જમા થશે.

રાજ્યમાં આજે દેશવ્યાપી બેંક હડતાલ હોવાના કારણે બે દિવસ બેંકો બંધ રહેવાની છે. ઉપરાંત 31 માર્ચના રોજ વાર્ષિક ઓડિટ થતું હોય છે. જેને કારણે 1 એપ્રિલના રોજ બેંકો બંધ રહેશે. 2 એપ્રિલના રોજ ચેટીચાંદનો તહેવાર હોવાથી રજા રહેશે અને 3 એપ્રિલે રવિવારની રજા છે. આમ પાંચ દિવસ બેંકોનું કામકાજ ખોરવાયેલું રહેશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ […]

Continue Reading

સાબરમતી પર બ્રિજની કામગીરી શરૂ, નદી પર લગભગ 500 મીટર લાંબા કોંક્રિટ બ્રિજ માટે 5 પિલર તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. લગભગ 500 મીટર લાંબા આ કોંક્રિટ બ્રિજ માટે નદીમાં 8 પિલર તૈયાર કરવામાં આવશે, જેની ઊંચાઈ લગભગ 13.8 મીટર હશે. શાહીબાગ અને સાબરમતી વચ્ચે નદી પર આવેલા રેલવે બ્રિજની બાજુમાં અને તેને સમાંતર આ બ્રિજ […]

Continue Reading

પહેલીવાર બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નિષ્ણાત શિક્ષકો-ટોપર્સે આપી ખાસ સલાહ.

આગામી 28મી માર્ચે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં વધુ મુંઝવણ હોય છે કારણકે આ વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી તકેદારી […]

Continue Reading

16,841 અમદાવાદી LICના 149 કરોડના ક્લેઈમ લેવા આવ્યા નથી, નાણાકીય વર્ષ પૂરું થવાને 5 દિવસ બાકી.

કોરોના સંક્રમણ અને લૉકડાઉનના કારણે દેશના સેંકડો લોકોએ રોજગારી ગુમાવી અને હજુ પણ તેમાંથી બેઠા થવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેના કારણે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. તો બીજી તરફ, હજારો જીવન વીમા પોલિસીધારકો એવા છે જેઓ મેચ્યોરિટી ક્લેઈમ (પરિપક્વતા દાવા) લેવાની પણ દરકાર કરતાં નથી. ભારતીય જીવન વીમા નિગમ […]

Continue Reading

ઓગસ્ટથી મેટ્રો દોડતી કરવા 32 ટ્રેન બે ડેપોમાં આવી ગઈ; વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરાના 40 કિમીના રૂટ પર દોડશે.

શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરમાં મેટ્રો ટ્રેનના સંચાલન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 32 મેટ્રો ટ્રેનો માટે 96 કોચ સાઉથ કોરિયાથી મગાવવામાં આવ્યા હતા. આ તમામ ટ્રેનો લગભગ એક વર્ષ પહેલા જ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાંથી હાલમાં એપેરલ પાર્ક […]

Continue Reading

હેલમેટ વગર વાહન ચલાવનારા પોલીસકર્મી સામે આજથી ડ્રાઇવ, 1 એપ્રિલ સુધી કાર્યવાહી કરાશે.

ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ નાગરિકને હેલમેટ નહીં પહેરવા બદલ પકડે, ત્યારે નાગરિકને મનમાં પ્રશ્ન થાય કે પોલીસ કર્મચારી હેલમેટ વિના નીકળે તો તેમની સામે કેમ પગલાં લેવાતાં નથી? આ સાચું છે. કારણ કે કાયદો બધાને માટે સમાન છે. આ સંજોગોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલમેટ પહેર્યા વિના વાહન હંકારતા પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ […]

Continue Reading

પાણી સપ્લાયનો ભેદભરમ – અમદાવાદના 48માંથી 50 ટકા વોર્ડને માંડ અઢી કલાક પણ માત્ર જોધપુરને 20 કલાક પાણી પૂરું પડાય.

અમદાવાદના 48 વોર્ડમાંથી જોધપુર વોર્ડ એવો છે જ્યાં રોજ 6.30 કલાકથી માંડી 20 કલાક સુધી પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ શહેરમાં 24 વોર્ડ એવા છે જ્યાં માત્ર અઢી કલાક પાણી આપવામાં આવે છે. 14 વોર્ડમાં રોજ 2 કલાક જ્યારે 9 વોર્ડમાં માંડ પોણા બે કલાક પાણી પૂરું પડાય છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા […]

Continue Reading

રેલવ, વીમા ને બૅન્કના કર્મચારીઓ સહિત ૧૦ કરોડ શ્રમિકો બે દિવસની હડતાલ પર.

ભારત સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આગામી ૨૮મી અને ૨૯મી માર્ચે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોન્ગ્રેસ-ઇન્ટુક રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. અમદાવાદમાં ૨૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે એલિસબ્રિજ પાસે વિક્ટોરિયા ગાર્ડથી રેલી કાઢવામાં આવશે અને ખાનપુરના જયપ્રકાશ ચોક સુધી આ રેલી આવશે. ગુજરાતના તમામ જિલ્લા મથકોએ પણ કામદારો સરકારની નીતિઓના વિરોધમાં અલગ અલગ કાર્યક્રમો યોજશે. […]

Continue Reading

નર્સિંગ કોલેજોમાં કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી.

નર્સિંગ કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે નર્સિંગ કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી છે.નર્સિંગ કાઉન્સિલે તમામ કોલેજોને સર્ક્યુલર કરીને બાયોમેટ્રિક મશીન ઈન્સ્ટોલ કરવા આદેશ કર્યો છે. જે કોલેજો બાયોમેટ્રિક હાજરી અમલમાં નહી મુકે તેની સામે કાઉન્સિલે પગલાં લેવાની પણ ચીમકી આપી છે. દેશમાં ચાલતી નર્સિંગ કોલેજોનું રેગ્યુલેશન્સ કરનારી નર્સિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તમામ યુનિ.ઓ અને સ્ટેટ […]

Continue Reading

જૂન મહિનામાં અમદાવાદ ભૂજ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે, ઉડાન યોજના હેઠળ અમદાવાદથી પોરબંદર અને કંડલા રૂટ શરૂ કરાયા.

રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુરુવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, […]

Continue Reading