છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ.

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 6 તાલુકાની 6 શાળાઓએ જિલ્લાકક્ષાની રસોઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કમિશ્નર પી.એમ પોષણ યોજના, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે આવેલી તાલુકા શાળા નં.1માં તા. 29ના છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી […]

Continue Reading

પંચમહાલમાં 6583 હેકટર ગૌચર જમીનમાંથી 62 હેકટરમાં દબાણ.

ગૌ-ધરા એટલે ગાયોને ચરાવવા માટેનો વિશાળ મેદાની વિસ્તાર એટલે ગોધરા પણ આ ગૌ-ધરામાં ગાયોને ચરવા માટેની ગૌચર જમીન નહિવત થઇ રહેતા પશુઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગોધરા તાલુકામાં નવીન રોડ તથા અન્ય પ્રોજેકટના લીધે ગૌચર જમીન ફક્ત 1014 હેકટર જેટલી બચી છે. પંચમહાલ જિલ્લામાં ગાયોને ચરાવવા માટે સરકારે ગૌચર જમીન એલોટ કરેલ છે. જિલ્લામાં […]

Continue Reading

કવાંટ ગ્રામ પંચાયત ના સભાખંડમાં જલ શક્તિ અભિયાન કેચ ધ રેઈન 2022 અંતર્ગત ખાસ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ જલ શક્તિ અભિયાન કેચ ધ રેઈન 2022 અંતર્ગત તાલુકા ની તમામ ગ્રામ પંચાયતો માં આજરોજ સવાર ના 10.00 કલાકે ખાસ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા જળ સંચય તથા તેનું આયોજન, જળ સ્ત્રોતો નું મેપિંગ, પીવાના પાણીના સ્ત્રોતો, જળ જીવન મિશન વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. […]

Continue Reading

સંખેડા તાલુકાની રેફરલ હોસ્પિટલ માત્ર એક જ ડોક્ટરથી ચાલે છે.

સંખેડા તાલુકા મથકે આવેલી રેરફલ હોસ્પિટલમાં 3 ડોકટરની જગ્યા છે.પણ છેલ્લા 15 દિવસથી માત્ર એક જ ડોકટર છે. તાલુકા મથકની આ હોસ્પિટલના એક ડોકટર લાંબા સમયથી ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે. જ્યારે બીજા એક ડોકટર સામાજિક કારણોસર રજા ઉપર છે. અહીંયા રોજની ઓપીડી અને ઇન્ડૉર પેશન્ટ પણ વધારે રહે છે. છતાં વધારાનો એકેય ડોકટર મુકાતો નથી. […]

Continue Reading

પ્રથમ દિવસે બોર્ડના 12934 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, ધો.10નું પ્રથમ પેપર સરળ રહેતાં રાહત.

છોટાઉદેપુર જિલ્લામાં તા. 28 માર્ચથી ધો 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ શાંતિપૂર્ણ માહોલમાં થઇ ગયો છે. સોમવારે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી એસ એફ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ વિદ્યાર્થીઓને તિલક કરી ગોળ ધાણા ખવડાવી સ્વાગત કર્યું હતું. અને પરીક્ષા અંગે શુભકામનાઓ આપી હતી. જે પ્રસંગે એસ એફ હાઈસ્કૂલના […]

Continue Reading

આંગણવાડી બહેનોએ ધરણાં કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવ્યો.

આણંદ જિલ્લામાં આંગણવાડી ફરજ બજાવતી બહેનોએ પડતર પ્રશ્ન બે દિવસથી હળતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે વહીવટીતંત્રએ મંજૂરી નહીં આપતાં આખરે આંગણવાડી બહેનોએ અમૂલ ડેરી રોડ ગરમીનો પ્રકોપ છતાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આણંદજિલ્લા આંગણવાડી ના મહામંત્રી કૈલાસબેને જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં જુદી જુદી આંગણવાડીઓમાં 1500 જેટલી બહેનો ફરજ બજાવે છે. ત્યારે […]

Continue Reading

કવાંટ તાલુકામાં ધો-10 ના 1582 વિદ્યાર્થીઓ એ શાંતિ પૂર્વક પરીક્ષા આપી.બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓનું તિલક કરી અને ગુલાબ આપી સ્વાગત કર્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ ગુજરાત રાજ્ય માં સૌથી ઓછી શિક્ષણ ની ગુણવત્તા ધરાવતા કવાંટ તાલુકામાં આજરોજ થી શરૂ થતી ધો- 10 ( SSC ) ની બોર્ડની પરીક્ષામાં કુલ 4 સેન્ટર માં 1582 જેટલા વિધાર્થીઓ એ પરીક્ષા આપવાની શરૂઆત કરી છે. કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ માં 670 વિદ્યાર્થીઓ, કવાંટ તાલુકા શાળા નં-1 માં 540, ડોનબોસ્કો હાઈસ્કૂલમાં […]

Continue Reading

ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ- 1951ની કલમ- 33-1-ખ અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા […]

Continue Reading

કોરોના ના કારણે 2 વર્ષ બાદ બોર્ડ પરીક્ષાનો માહોલ, છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડના 22 હજાર છાત્રોની ‘કસોટી’

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા. 28 માર્ચ 2022થી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં માં ધો.10ના 15198, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1234 અને સામાન્ય પ્રવાહના 6069 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષા અર્થે ફાળવેલ કેન્દ્રો […]

Continue Reading

બોર્ડની પરીક્ષા હોવાથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લીમખેડા તાલુકામાં પોલીસે 9 જેટલા ડીજે જપ્ત કર્યા.

દાહોદ જિલ્લામાં 28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના અનુસંધાને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે લીમખેડા PI એમ.જી.ડામોરે ડીજે સંચાલકોને અખબારી યાદીના માધ્યમથી ચેતવણી પણ જાહેર કરી હતી. તેમ છતાં પણ લીમખેડા તાલુકામાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી મોટા અવાજે બેધડક ડીજે વગાડવામાં આવી રહ્યાં […]

Continue Reading