ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા દ્વારા ઓરવાડા ખેડૂતહાટ બજારનો શુભારંભ.

પંચમહાલ જિલ્લા તથા ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફલફળાદી નાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબ યાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજાર નો શુભારંભ કરવામાં આવેલ. બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શાકભાજી હવે ઘર આંગણે વાવવા ઝૂંબેશ શરૂ થશે.

સતત બે વર્ષ ભરપૂર મેઘવર્ષા છતાં સૌરાષ્ટ્રમાં શાકભાજી મોંઘાદાટ થઈ ઉંચા ભાવના રેકોર્ડ સર્જાતા હવે ઘર આંગણે શાકભાજી વાવવાની ઝૂંબેશ શરૂ થઈ રહી છે. એક સંસ્થા દ્વારા 400 ગામોમાં એક લાખ બિયારણના નાના પેકેટનું ટોકન દરથી વિતરણ કરવા નિર્ણય લેવાયો છે તો રાજકોટ જેવા મહાનગરોમાં અગાશીની ખાલી જગ્યામાં શાકભાજી ઉછેરવાના પ્રયોગો પણ આગળ વધી રહ્યા […]

Continue Reading

વઢવાણનો 100 વર્ષ જૂનો મોરારજીનો કુંડ ગંદકીથી ભરેલો.

વઢવાણ શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા દર્શનાર્થે આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. વઢવાણ નવાદરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ […]

Continue Reading

ખાંભામાં રામનવમી પર્વે 1 કિમી લાંબી શોભાયાત્રા નિકળી, ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ.

ખાંભામા રામનવમી પર્વની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. શણગારેલા ટ્રેકટરો અને બાળકોની વેશભુષા તેમજ હિન્દુ સેનાના સભ્યોએ એક સરખા ટીશર્ટ પહેરી શોભાયાત્રામા જોડાયા હતા. ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ હતુ. ખાંભામા કોરાનાના બે વર્ષ બાદ ગઇકાલે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહીના સહજાનંદ ગુરૂકુળથી શોભાયાત્રાનુ પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન શ્રીરામની શોભાયાત્રા ગાંધીચોક, […]

Continue Reading

450ની વસ્તી, છતાં હરિયાબાર ગામમાં આંગણવાડીનો અભાવ.

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામા આજેપણ નાના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ અને સરકારના આઈસીડીએસ વિભાગનો લાભ મળતો નથી. રાજ્યના વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ દ્વારા અટળક જાહેરાતો કરાય છે. પરંતુ નસવાડી તાલુકાના અનેક ગામડામા આદિવાસી બાળકોને આંગણવાડીનો લાભ મળ્યો નથી. જેમાં હરિયાબાર ગામે હાલ 73 ઘર છે. અને 450ની વસ્તી ગામમા છે. આ […]

Continue Reading

જામનગરનો પિરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે, ​​​​​​​પ્રથમ સીઝનમાં 800 લોકોએ નજીકથી દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળી.

જામનગર અને કચ્છના અખાતમાં આવેલો પિરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પ્રખ્યાત છે. આ ટાપુ લાંબા ગાળા સુધી બંધ રહ્યા બાદ સરકારે ફરી પ્રવાસીઓને છૂટ આપતા પ્રથમ સીઝનમાં 800 પ્રવાસીઓએ ટાપુની મુલાકાત લઇ નજીકથી દરિયાઇ જીવ સૃષ્ટિને નિહાળી હતી. ગરમી સહિતનાં કારણોસર પિરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલો પિરોટન […]

Continue Reading

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલમાં રેલી, જાંબુઘોડામાં લાઉડ સ્પીકર-કેમેરાનું લોકાર્પણ.

128 વિધાનસભા મત વિસ્તારમાં આવતા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારોની ગ્રામ્ય પંથકની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સરકારની પ્રત્યેક લાભદાયી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમ કરવા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામેથી ધારાસભ્યની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની એક વિશાળ […]

Continue Reading

આણંદ-ખેડા જિલ્લાના શિક્ષકોએ પેન ડાઉન કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર ધો-10ની પરીક્ષા પેપર ચકાસણી માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં આણંદ શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ બાકરોલ હાઇસ્કુલમાં પેપર ચકાસણીનું કામ હાથધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાન પેપરની ચકાસણી કામ હાથધરાયું હતું. ત્યારે રાજય માધ્યમિક […]

Continue Reading

પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]

Continue Reading

હીરાના ભાવ નહીં મળતાં ફેક્ટરીઓમાં 2થી 3 કલાકનો કાપ, ઘણીમાં મિનિવેકેશન જાહેર.

તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. છેલ્લાં 1 અઠવાડિયાથી ભાવનગરની હીરા […]

Continue Reading